i-pill FAQs
 
   

શું આઈ-પિલ આગામી માસિકચક્ર સુધી અસરકારક ગર્ભનિરોધક ઉપાય તરીકે કામ કરી શકે?

 
 
  ઇમરજન્સીમાં વપરાતી ગર્ભનિરોધક ગોળી એટલે શું?
  ઇમરજન્સીમાં વપરાતી ગર્ભનિરોધક ગોળી, અસુરક્ષિત સંભોગ કે પછી ગર્ભનિરોધક નિષ્ફળ જાય ત્યારે લેવાતી ગોળી છે જેના દ્વારા ન જોઈતી ગર્ભાવસ્થાથી દૂર રહી શકાય છે.
 
 
 
   
  આઈ-પિલ શું છે?
  સિપલા દ્વારા નિર્મિત, ઇમરજન્સીમાં વપરાતી ગર્ભનિરોધક ગોળીનું નામ આઈ-પિલ છે. અસુરક્ષિત સંભોગ કે પછી ગર્ભનિરોધક નિષ્ફળ જાય ત્યારે, આઈ-પિલ ગોળીનો એક માત્ર ડોઝ અનિચ્છિત ગર્ભાવસ્થાને સરળ અને સલામત રીતે દૂર રાખે છે. આઈ-પિલ બધાં જ કેમિસ્ટ આઉટલેટો પર પ્રીસ્ક્રીપ્શન વિના ઉપલબ્ધ છે.
 
 
 
 
  આઈ-પિલ ક્યારે લેવી જોઈએ?
 

જો તમે અસુરક્ષિત સંભોગ બાદ પ્રેગનન્સી ન ઈચ્છાત હો તો તરત અથવા 12 કલાકની અંદર કે વધુમાં વધુ 72 કલાકની અંદર આઈ-પિલ પાણી સાથે લઈ લેવી જોઈએ.

આઈ-પિલ નીચેની પરિસ્થિતિઓમાં લઈ શકાય:

  • ગર્ભનિરોધકમાં ખામી કે ગર્ભનિરોધકની નિષ્ફળતા.
  • અસુરક્ષિત સંભોગ.
  • તમારા હંમેશના ગર્ભનિરોધકનો જો સાચો ઉપયોગ ન થયો હોય.
  • મરજી વિરુદ્ધનો સંભોગ.
 
 
 
 
  આઈ-પિલ કઈ રીતે અને ક્યારે લેવી જોઈએ?
 

જમ્યા બાદ એક માત્ર ડોઝરૂપે પાણી સાથે આઈ-પિલ લેવાની છે. અસુરક્ષિત સંભોગ કે પછી ગર્ભનિરોધક નિષ્ફળ જાય ત્યારે તરત જ કે વધુમાં વધુ 72 કલાકમાં આ ગોળી લેવી જોઈએ.

 
 
 
 
  આઈ-પિલ નો ઉપયોગ ક્યારે ન કરવો જોઈએ?
 

જો તમે પ્રેગનન્ટ થઈ ચૂકયા હો તો આઈ-પિલ લેવાનો કોઈ અર્થ નથી. કારણ કે હંમેશના ગર્ભનિરોધક જો નિષ્ફળ ગયાં હોય તો તાકીદની પરિસ્થિતિમાં ગર્ભધારણ રોકવા માટેની આ ગોળી છે. સામાન્ય રીતે વપરાતા ગર્ભનિરોધકોનો આ ગોળી વિકલ્પ નથી.

અસુરક્ષિત સંભોગના 72 કલાક પછી લીધેલી આઈ-પિલ અસર કરતી નથી. આઈ-પિલ માં વપરાતી દવા લિવોનાર્જેસ્ટ્રેલની તમને જો એલર્જી હોય તો આ ગોળી ન લેવી.

 
 
 
 
  આઈ-પિલ કોણ લઈ શકે?
  સંભોગ વખતે ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાનું રહી ગયું હોય કે પછી ખામીભર્યા. ગર્ભનિરોધકની શંકા હોય તો અનિચ્છિત ગર્ભાવસ્થાને રોકવા માટે યુખી ઉમરની સ્ત્રી આઈ-પિલ લઈ શકે છે. મરજી વિરુદ્ધનો સંભોગ કે બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી પણ આ ગોળી લઈ શકે.
 
 
 
 
  શું આઈ-પિલ લેતાં પહેલાં મારા ડૉકટર પાસે મારી તપાસ કરાવવી જોઈએ?
 

આઈ-પિલ લેવા માટે તબીબી તપાસની જરૂર નથી છતાં જો તમે ગંભીર બિમારીથી પીડિત હો તો તમારા ડૉકટરની સલાહ જરૂર લેવી જોઈએ.

 
 
 
 
  આઈ-પિલ કઈ રીતે અસર કરે છે?
 

તમારી માસિક સાયકલના આધારે આઈ-પિલ નીચે મુજબની કોઇ પણ એક રીતે કામ કરે છે.

  • એ અંડાશયમાંથી ઈંડાને મુક્ત થતું રોકે છે.
  • ઈંડુ જો મુક્ત થઈ ચૂક્યું હોય તો શુક્રાણુઓને એને ફલિત કરતા રોકે છે.
  • ઈંડુ જો ફલિત થઈ ગયું હોય તો, ગર્ભાશયની દીવાલ સાથે એને જોડાતું રોકે છે.

અહીં એ વાત નોંધવી જરૂરી છે કે ઈંડુ ગર્ભાશયની દીવાલ સાથે જોડાય પછી જ ગર્ભાવસ્થા સિદ્ધ થાય છે.

ગર્ભાવસ્થા સિદ્ધ થઈ ચૂકી હોય તો આઈ-પિલ અસરકારક નથી. (એટલે કે ફલિત થઈ ગયેલું ઈંડુ ગર્ભાશયની દીવાલે ચોંટેલું છે.) તેથી આઈ-પિલ એ ગર્ભપાત માટેની ગોળી નથી.
 
 
 
 
  આ ‘ઇમરજન્સીમાં લેવાતી ગોળી’ ‘ગર્ભપાતની ગોળી’થી કઈ રીતે અલગ પડે છે?
 

તબીબી પરિભાષામાં કહીએ તો ફલિત ઈંડુ ગર્ભાશયની દીવાલ પર જોડાયા પછી જ ગર્ભાવસ્થા શરૂ થાય છે.

ગર્ભપાતની ગોળી એન્ટીપ્રોજેસ્ટીન્સ ધરાવે છે જે પ્રેગનન્સીને આગળ વધતી રોકે છે. બીજી બાજુ ઇમરજન્સીમાં લેવાતી આઈ-પિલ જેવી ગર્ભનિરોધક ગોળીમાં સ્ત્રીના હોર્મોન્સ હોય છે જે પ્રથમ તબક્કામાં જ ગર્ભાવસ્થા રોકે છે અને તેથી ગર્ભપાતની પરિસ્થિતિ નિર્માણ નથી થતી.

વધુ માહિતી માટ, અહીં ક્લિક કરો.

 
 
 
 
  આઈ-પિલ કઈ રીતે વધુ ઉપયોગી થઈ શકે?
 

અસુરક્ષિત સંભોગ બાદ કે ગર્ભનિરોધક નિષ્ફળ નીવડે ત્યારે આઈ-પિલ નો ઉપયોગ તરત જ અથવા વધુમાં વધુ 72 કલાકમાં કરવો જોઈએ. ત્યાર બાદ લેવાતી આઈ-પિલ અસર કરતી નથી.

 
 
 
 
  આઈ-પિલ કેટલી અસરકારક છે?
 

તમે જેટલી ઝડપથી લો એટલી આઈ-પિલ વધુ અસર કરે છે. આ ગોળી અસુરક્ષિત સંભોગના 24 કલાકની અંદર લેવામાં આવે તો એની અસર 95%, 24-48 કલાકની અંદર 85% અને 49-72 કલાકની અંદર 58% થાય છે. આમ છતાં તમારો માસિક પરિયડ એક અઠવાડિયાથી વધારે લંબાય તો ગર્ભાધાનની તપાસ કરાવો અને તમારા ડૉક્ટરની સલાહ લો.

 
 
 
 
  શું આઈ-પિલને લીધે મને કોઈ આડઅસર થશે?
 

આઈ-પિલ લેવાથી લાંબા ગાળે તકલીફ થાય એવું કંઈ જ નથી કે નથી એની કોઈ ગંભીર આડઅસર. આઈ-પિલ દરેક સ્ત્રી લઈ શકે છે.

આઈ-પિલ લીધા બાદ ઉબકા, ઊલટી કે માથાના દુખાવા જેવી કેટલીક સામાન્ય આડઅસરો થઈ શકે છે. તમને કદાચ પેડુમાં થોડોક દુખાવો થાય અથવા તમારાં સ્તન થોડાં ઢીલાં પડ્યાં હોય એવું એક-બે દિવસ લાગે. યોનિમાંથી અણધાર્યો રક્તસ્ત્રાવ થવાની શક્યતા હોઈ શકે પણ એ બહુ ગંભીર નહિ હોય અને તમારા પછીના માસિક પરિયડ સુધીમાં ઠીક થઈ જશે. આઈ-પિલના કારણે તમારું પછીનું માસિક થોડું આગળ પાછળ થઈ શકે. જો કે એક અઠવાડિયા કરતા વધુ વિલંબ હોય તો તમારે ગર્ભાધાનની તપાસ કરવી જરૂરી છે અને તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આઈ-પિલના લીધે ભવિષ્યમાં બાળક જોઈતું હોય ત્યારના ગર્ભધારણને કોઈ વાંધો નહિ આવે. આઈ-પિલ માં વપરાતી દવા લિવોનાજેસ્ટ્રલની તમને જો એલર્જી હોય તો આ ગોળી ન લેવી.

 
 
 
 
  હું આઈ-પિલ લઉં એ પહેલાં કોઈ ખાસ ચેતવણી છે ખરી?
 

આઈ-પિલ લેતાં પહેલાં તમારે નીચેની બાબતો જાણવી જરૂરી છે :

  • આઈ-પિલ અસુરક્ષિત સંભોગ કે પછી ગર્ભનિરોધક નિષ્ફળ જાય ત્યારે જેટલી વહેલી લેવામાં આવે તેટલું સારું પણ 72 કલાક પછી નહિ.
  • તમે પ્રેગનન્ટ હો તો આઈ-પિલ લેવાનો અર્થ નથી.
  • સામાન્ય રીતે વપરાતાં ગર્ભનિરોધકોને બદલે આને લેવાની નથી.
  • આઈ-પિલ એચઆઈવી-એઈડ્સ કે બીજા જાતીય ચેપી રોગ (STDs) સામે સુરક્ષા આપતી નથી.
 
 
 
 
  આઈ-પિલ અસર કરી રહી છે એની મને કેવી રીતે ખબર પડે?

 

આઈ-પિલ અસર કરી રહી છે એનો કોઈ પૂરાવો કે લક્ષણો નથી. આઈ-પિલ લીધા પછી તમે રાહ જુઓ કે તમારો આગામી માસિક પરિયડ નિર્ધારિત સમયે અથવા નિર્ધારિત સમયના એક અઠવાડિયામાં શરૂ થાય. તમારો માસિક પરિયડ એક અઠવાડિયાથી વધારે લંબાય તો ગર્ભાધાનની તપાસ કરાવો અને તમારા ડૉકટરની સલાહ લો.
 
 
 
   
  શું હું રાબેતા મૂજબ ગર્ભનિરોધકને બદલે આઈ-પિલ વાપરી શકું?
  ના, આઈ-પિલ રાબેતાના ગર્ભનિરોધકને બદલે વાપરવાની સલાહ અપાતી નથી. તે અસુરક્ષિત સેક્સ અથવા ગર્ભનિરોધક નિષ્ફળ ગયા બાદ, તેની અવેજીમાં વાપરવામાં આવે તો અસરકારક નીવડે છે. તમારા રાબેતાના ગર્ભનિરોધકને બદલે આઈ-પિલ ન વાપરશો.
 
 
 
   
  હું આઈ-પિલ અવાર નવાર વાપરી શકું?
 

આઈ-પિલ એકથી વધારે વખત વાપરી શકાય છે પણ એને ઇમરજન્સી ગર્ભનિરોધક તરીકે જ લેવી જોઈએ.

આઈ-પિલ રાબેતા ગર્ભનિરોધક તરીકે ન લેવી જોઈએ એના ઘણાં કારણો છે :

  • રાબેતાના ગર્ભનિરોધકો વધુ અસર કરે છે.
  • વધારે લાંબા સમય સુધી લેવાથી માસિક પરિયડમાં અનિયમિતતા આવી શકે.

ઉબકા, ઉલટી કે માથાના દુખાવા જેવી કેટલીક સામાન્ય આડઅસરો થઈ શકે.

અનિચ્છિત ગર્ભાવસ્થા રોકવા તમે તમારા રાબેતાના ગર્ભનિરોધક જ વાપરવાનું રાખજો.

 
 
 
   
  હું ગર્ભવતી હોઉં અને આઈ-પિલ વાપરું તો શું થાય?
  તમે ગર્ભવતી હો તો આઈ-પિલ અસર કરતી નથી. જો કે ગર્ભવતી હો અને આઈ-પિલ લીધી હોય તો એ તમને કે તમારી અંદર પાંગરી રહેલા ગર્ભને કોઈ નુકસાન નહીં પહોંચાડે.
 
 
 
   
  મારું માસિક ચક્ર એક અઠવાડિયાથી વધારે પાછું ઠેલાય અને મને પેડુમાં ભારે દુખાવો થાય તો મારે શું કરવું જોઈએ?
  આવા સંજોગોમાં, તમારે ડૉક્ટરનો તરત સંપર્ક કરવો જોઈએ કારણ કે તમને કદાચ તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડે.
 
 
 
   
  શું આઈ-પિલ આગામી માસિકચક્ર સુધી અસરકારક ગર્ભનિરોધક ઉપાય તરીકે કામ કરી શકે ?
  જરાય નહીં. તમારે આઈ-પિલ લીધા પછી, આગામી માસિકચક્ર સુધીમાં દરેક સંભોગ વખતે ગર્ભનિરોધક સાધનો જેવાં કે કોન્ડોમ, સ્પર્મિસાઈડ અથવા સર્વિકલ કૅપ અપનાવવાના રહેશે.
 
 
 
   
  ટૂંકા ગાળામાં ઘણી વાર બાંધેલા સેક્સ સંબંધ માટે આઈ-પિલ અસરકારક છે?
  હા, તમે ટૂંકા ગાળામાં ઘણી વાર સેક્સ માણો તો આઈ-પિલ એટલી જ અસર કરે છે પણ આ બધા સંભોગ આઈ-પિલ ગોળી લીધા પહેલાં 72 કલાકમાં જ કર્યા હોવા જોઈએ.
 
 
 
   
  જો મને ખબર હોય કે હું આગામી થોડા દિવસોમાં ફરી વાર સંભોગ કરીશ (દાખલા તરીકે શનિ-રવિની રજાઓમાં) તો હું રાહ જોઈને પછીથી આઈ-પિલ લઈ શકું ? અથવા તો મારે એ દરમ્યાન દરેક વખતે સંભોગ કર્યા બાદ આઈ-પિલ લેવી જરૂરી છે ?
  આઈ-પિલ ઇમરજન્સીમાં જ લેવાતી ગર્ભનિરોધક ગોળી છે. તમે એ દરમ્યાન વારંવાર સંભોગ માણવાના હો અને તમારે ગર્ભવતી ન બનવું હોય તો તમારે રાબેતાના ગર્ભનિરોધક ઉપાય અપનાવવા જોઈએ. આ બાબતમાં તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
 
 
 
   
  મારો માસિક પરિયડ આઈ-પિલ લીધા પછી કયારે આવશે?
  તમારો આગામી માસિક પરિયડ સમયસર આવવો જોઈએ. પણ એ થોડા દિવસ વહેલો-મોડો થઈ શકે. જો કે તમારા પરિયડમાં એક અઠવાડિયાથી વધારે મોડું થાયતો ગર્ભાધાન તપાસ કરાવો અને તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
 
 
 
   
  શું આઈ-પિલ એચઆઈવી-એઈડ્સ જેવા જાતીય ચેપી રોગ સામે સુરક્ષા આપે છે?
  જરા પણ નહિ. આઈ-પિલ એચઆઈવી-એઈડ્સ કે બીજા જાતીય ચેપી રોગ (STDs) સામે સુરક્ષા આપતી નથી. આવા રોગથી સુરક્ષા મેળવવા માટે કોન્ડોમ્સ વાપરવા જોઈએ.
 
 
 
   
  હું સ્તનપાન કરાવતી હોઉં તો આઈ-પિલ લઈ શકું?
 

આઈ-પિલ સ્તનપાન દરમ્યાન સુરક્ષિત્ છે. આઈ-પિલ લેવાથી માતાના દૂધની ગુણવત્તા પર નોંધપાત્ર અસર થતી નથી તેમજ શિશુ પર કોઈ વિપરિત અસર થતી નથી.

 
 
 
   
  શું ઇમરજન્સીમાં લીધેલી ગર્ભનિરોધક ગોળી નિષ્ફળ જાય તો મારી ગર્ભાવસ્થા ચાલુ રાખી શકું?
  તમે ચાહો તો ગર્ભાવસ્થા ચાલુ રાખી શકો. આઈ-પિલ માં વપરાતી દવા તમને અથવા તમારા બાળકને જરાય હાનિ નહીં કરે. તમે ગર્ભાવસ્થા ચાલુ રાખવા માંગતા ન હો તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
 
 
 
   
  હું કોઈક બિમારીથી પીડાતી હોઉં અને લાંબા સમયથી દવા લેતી હોઉં (અસ્થમા, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટિસ, ટી.બી., એચઆઈવી-એઈડ્સ વગેરે) તો આઈ-પિલ મારે માટે સુરક્ષિત છે?
  આવા કિસ્સાઓમાં, આઈ-પિલ લેતાં પહેલાં ડૉક્ટરની સલાહ લો.
 
 
 
   
  આઈ-પિલ લીધા બાદ મને ઊલટી થયેલી. શું હું ફરીવાર આઈ-પિલ લઉં?
  આઈ-પિલ લીધા બાદ તમને ત્રણ કલાકમાં ઊલટી થાય તો તમારે વહેલી તકે બીજી ગોળી લેવી જોઈએ. એની સાથે એન્ટી-ઈમેટિક્સ (ઊલટી અને ઊબકા સામેની અસરકારક દવા) લો તો વધારે સારું. તમે ભૂખ્યા પેટે આઈ-પિલ ન લો તો ઊલટી થવાની શક્યતા ઓછી છે.
 
 
 
   
  હું મારી રાબેતાની ગર્ભનિરોધક ગોળી પાછી કયારે ચાલુ કરી શકું?
  તમે અગાઉ લેતાં હતાં એ ગર્ભનિરોધક ગોળી ફરીવાર શરૂ કરવા ઈચ્છતા હો અથવા ગોળી બદલવા માંગતા હો તો તમે આઈ-પિલ લીધી હોય એના બીજા દિવસથી એ ચાલુ કરી શકો. જો કે, તમારા ડૉક્ટરનો સંપર્ક કરી કયો ગર્ભનિરોધક ઉપાય સારો છે એ પણ નક્કી કરી શકાય.
 
 
 
   

 

 

 

i-pill
i-pill is available without a prescription at all chemist outlets. i-pill is not an abortion pill.

Mail this page  |  Print this page

 
For more information call the i-pill helpline at 1800-22-9898 or 022-3200 0055
Important safety aspects: i-pill is neither a regular contraceptive nor an abortion pill. It is not a substitute for condoms and
does not protect against sexually transmitted diseases including HIV/AIDS.